તમારી સ્થાનિક કાઉન્સિલ અથવા કિંડરગાર્ટન સેવા સાથે દાખલાની પ્રક્રિયા વિશે વાત કરો. તમે ત્રણ-વર્ષની વયના માટેના કિંડરગાર્ટન પુછપરછ રેખાને ૧૮૦૦ ૩૩૮ ૬૬૩ પર ફોન અથવા 3YO.kindergarten@education.vic.gov.au પર ઇમેલ પણ કરી શકો છો. ભાષામાં સહાય અથવા દુભાષિયો મેળવવા માટે પહેલાં ૧૩૧ ૪૫૦ પર ફોન કરો.
વહેલું શરું થતું બાળમંદિર
શરણાર્થી અને આશ્રય ઇચ્છુક પૃષ્ટભૂમિના બાળકો વધારાની સહાય મેળવી શકે છે અને અર્લિ સ્ટાર્ટ કિંડરગાર્ટન દ્વારા બાળમંદિરમાં દાખલામાં અગ્રતા મેળવી શકે છે. જ્યારે તમે તમારા બાળકનો દાખલો કરાવતાં હોવ ત્યારે તમારી સ્થાનિક સેવાને અર્લિ સ્ટાર્ટ કિંડરગાર્ટન વિશે પુછી શકો છો, અથવા વધુ માહિતી માટે અર્લિ સ્ટાર્ટ કિંડરગાર્ટનની મુલાકાત લો.
દાખલો ક્યારે કરાવવો
વિક્ટોરિયામાં જ્યારે બાળકો ૩ વર્ષના થાય ત્યારે તમે તેમને બાળમંદિર કાર્યક્રમ શરૂ કરાવી શકો છો. તેઓ કયા વર્ષે ત્રણ- અને ચાર-વર્ષની વયના માટેનું બાળમંદિર શરૂ કરી શકશે તે જાણવા, તમે સ્ટારટીંગ એજ કેલ્ક્યુલેટર (શરુ કરવાની ઉંમરનું ગણનયંત્ર)માં તમારા બાળકની જન્મ તારીખ નાંખી શકો છો.
જો તમારા બાળકની જન્મ તારીખ ૧ જાન્યઆરી અને ૩૦ એપ્રિલની વચ્ચે આવતી હોય તો, તેઓ કયા વર્ષોમાં બાળમંદિર જશે તે જાણવા તમારે તેઓ કયા વર્ષે શાળા શરૂ કરશે તે જાણવું પડશે. તમારું બાળક તે પાંચ વર્ષનું થાય ત્યારે કે છ વર્ષનું થાય ત્યારે શાળા શરુ કરે તે તમે નક્કી કરી શકો છો.
બાળમંદિર કાર્યક્રમ શોધો
.માન્યતા પ્રાપ્ત બાળમંદિર કાર્યક્રમો પૂરાં પાડતી સેવાઓ શોધવા, બાળમંદિર કાર્યક્રમ શોધો વેબસાઇટ (ફાઇન્ડ એ કિંડર પ્રોગ્રામ - શિક્ષણ અને તાલિમ ખાતું, વિક્ટોરિયા (educationapps.vic.gov.au))ની મુલાકાત લો. તમારી સ્થાનિક કાઉન્સિલ અને બાળમંદિર સેવાઓ પણ તમને કિંડરગાર્ટનમાં સ્થાન શોધવામાં મદદ કરી શકે છે.
કિંડર ટીક છે કે કેમ તે જુઓ:
કિંડર ટીક વિક્ટોરિયાના પરિવારોને તેમના બાળકો માટે માન્યતા પ્રાપ્ત બાળમંદિર કાર્યક્રમ શોધવામાં મદદ કરે છે.
તમારી સ્થાનિક બાળમંદિર સેવામાં, સેવા પર કે કેન્દ્રના મકાન પર કે તેના પ્રાંગણમાં, તેમની વેબસાઇટ અથવા તેમના માહિતી પત્રો પર કિંડર ટીક ચિન્હ છે કે કેમ તે જુઓ.
Updated